ગુજરાતી અભ્યાસક્રમનો આ એક અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે, જે વિદ્યાર્થીઓના બૌદ્ધિક, વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષમતાઓને વિકસાવવામાં મદદ કરવા રચાયો છે. આ કોર્સ રચવાનો હેતુ વિદ્યાર્થીઓને વિવેચક બુદ્ધિથી વિચારતા કરવા અને સાહિત્યજગતમાં નવી સુધારણાઓ કરવા તૈયાર કરવાનો છે.
આ અભ્યાસક્રમ પાંચ સત્રાંતમાં વિસ્તરાયેલો છે. આ અભ્યાસક્રમ અંતર્ગત દરેક સત્ર એ સુનિશ્ચિત કરે છે કે આપ મળેલ અવસરોને પૂરા કરવા અને સાહિત્યના ગતિશીલ ક્ષેત્રના પડકારનો સામનો કરવા તબક્કાવાર આગળ વધો છો. આ ઉપક્રમ મુખ્યત્વે રચનાત્મક લેખન, અનુવાદન અને પત્રકારિતા પર કેન્દ્રિત છે, જે વિવિધ મીડિયા ક્ષેત્રમાં ઉપયોગી છે.